Mexico Border ક્રોસ કરી USAમાં ઘૂસતા પકડાઈ ગયેલા ગુજરાતીઓ સાથે શું થાય છે?

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • ભલભલા મજબૂત માણસને પણ તોડી નાખે તેવી ભૌગોલિક સ્થિતિ ધરાવતી અમેરિકા-મેક્સિકો બોર્ડર પર ક્યાંક બળબળતા રણ આવેલા છે તો ક્યાંક જંગલ અને નદીઓ. જ્યાં ભૌગોલિક સ્થિતિ પડકારજનક નથી ત્યાં અમેરિકાએ બોર્ડર પર એવી ધારદાર ફેન્સિંગ કરી છે કે તેનો જો એક કટ વાગી જાય તો માણસ આખી જિંદગી માટે અપંગ બની શકે છે. આ જ બોર્ડર પર ક્યાંક લાખો કન્ટેનર્સ આડા મૂકીને ઉંચી દીવાલો બનાવાઈ છે, તો કેટલીક જગ્યાએ ટ્રમ્પ વોલ પણ અમેરિકામાં લોકોને ઘૂસતા અટકાવે છે. આટલું ઓછું હોય તેમ બોર્ડર પર અમેરિકાની પોલીસ પણ હાઈટેક સાધનો સાથે સતત પેટ્રોલિંગ કરતી રહે છે. આ તમામ પડકારો વચ્ચે મેક્સિકો બોર્ડર ક્રોસ કરવી કોઈ ખાવાના ખેલ નથી. કારણકે, તેના માટે કેટલાય કિલોમીટર ચાલવું પડે છે, દીવાલ કૂદવી પડે છે, અને જીવના જોખમે રણ, પર્વતો કે પછી નદીઓ ક્રોસ કરવા પડે છે. આટલું કર્યા બાદ પણ જો પોલીસના હાથે ઝડપાઈ જાઓ તો બધી મહેનત માથે પણ પડે છે.

Комментарии • 75