કળિયુગમાં થાશે પાપનો પોકાર...... આગમવાણી...કિર્તન નીચે લખેલું છે....

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • / channel
    આગમના ભાખેલા એક દિન આવશે
    આવશે કાંઈ રણુજાનારાય જો આગમ...
    જોઈ રે જોઈ ને સંતો ચાલજો
    આવશે કાંઈ નકળંગ રાય જો...
    પાણી પહેલા રે પવન ફરુકશે
    હારે નદીએ નહિ હોય નીર જો...
    પડીકામાં અન્ન વેચાશે
    હારે પળીયે પાણીડાં વેચાય જો...
    જોઈ જોઈને સંતો ચાલ જો
    જો જો તમે કળિયુગના એંધાણ જો...
    મોટાનો કહ્યું તે નાનો નહીં કરે
    નહીં રાખે મા બાપ ની લાજ જો....
    છ છ મહિના ના બાળકો બોલશે
    હારે એની બોલી નહિ પરખાય જો...
    ભાઈ ભાઈ ને તેદી નહીં બને
    તેમાં કોઈ ત્રીજું ફાવી જાય જો....
    બગલારે જેવડો બળદ થશે
    ત્યારે તે દી હોલા જેવડી ગાય જો....
    લક્ષ્મી લુંટાશે લોકો તણી
    નહિ થાય રાવ કે ફરિયાદ જો....
    નરના કહ્યાતે નારી નહી કરે
    ત્યારે તે દી રાજ નારીનું હોયજો....
    ખોટા રે જોગી ને ખોટા પાનિયા
    ખોટા થશે કાજીના કુરાન જો....
    ૧૪ વર્ષે રે દીકરી માં બંને
    હારે એને ખોળે રમશે બાળ જો...
    દોરીએ તે દીવડા ઝળકશે
    બાર ગાવે એક દીવો હોય જો.....
    હાથલડી રે દૂધ ઝેર શે
    હારે બેડા 12 ભરાય જો...
    શેરડી એ કણ લાગશે
    હારે એની ખિચડી રંધાય જો ..
    નાગરવેલ એ ફળ લાગશે
    હારે હરિને હાથ એ બંધ થાય જો...
    ઢેલડીનગર માં ધણી જાગશે
    તે દી થાશે પાપનો પોકાર જો...
    ખપ્પર છે રેજોગી તણા.
    લોહી પરુ ની નદીઓ ચાલી જાય જો...
    ચારે દિશામાં સુરજ ઊગશે
    તે જ થશે જળમાં જાલજો ...
    ઓતર દિશાથી સાયબો આવશે
    ભેળા થશે અર્જુન ને ભીમ જો...
    સવંત 21 માં પ્રભુ પ્રગટશે
    પડશે કાંઈ નકળંગ નામ જો...
    ચૌદસો વર્ષ રે પ્રભુ પરણશે
    પરણશે કાઈ મથુરાની નાર જો...
    કાંકરિયા તળાવે તંબુ તાણશે
    વંથળી મા વિવાહ રચાયજો...
    આંબુ જાંબુના સ્થંભ રોપશે
    ચોથા હશે ગઢ ગિરનાર જો ...
    આટલા વર્ષે રે તોરણ બાંધશે.
    રામદેવના મંડપનીમાય જો...
    ચારે દિશામાં શંખ વાગશે.
    ઘોડે ચડશે નકળંગ રાયજો...
    જૂનાગઢના તે જોગી જાગશે
    તોરણયા બંધાય ઠેરઠેરજો...
    ઉત્તર દિશામાં સાયબો ચાલશે
    જાનમાં આવશે અર્જુનને ભિમજો...
    સતીરે દ્રોપદીને તારામતી.
    વિધાતા મંગળ ગાય જો...
    બેની તે લુણ ઉતારશે
    દીવડો લેશે રઘુવંશી નાર જો...
    કળિયુગને તે વાલો મારો મારશે
    ત્યારે થાશે પાપનો પોકારજો...
    આગમવાણી ગાય છે જે પ્રેમથી
    એનો હોજો રામદેવ ચરણમાં વાસ જો....
    નો ગાય અને જેનિંદા કરે
    એનો ગયો કાંઈ અળે અવતાર જો...
    રણુજા ની સીમ રળિયામણી
    હારે બોલ્યા પાંડવો અને ભીમજો...

Комментарии • 114