દોઢ વર્ષ જેલમાં રહી ડિપોર્ટ થનારા યુવકને ફરી અમેરિકા જવું છે!

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024
  • ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પહોંચે તે પહેલા જ ઈલીગલી યુએસ જવાનું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે, પરંતુ ટ્રમ્પના બીજીવાર પ્રેસિડેન્ટ બન્યા બાદ પણ ઘણા ઈન્ડિયન્સ અને ખાસ કરીને પંજાબીઓ અને ગુજરાતીઓ જો મોકો મળે તો પોતાનું નસીબ અજમાવવા ચોક્કસ નીકળી પડશે. જોકે, જિંદગીનો આ સૌથી મોટો જુગાર હવે કેટલો ભયાનક સાબિત થઈ શકે છે તેની સાબિતી આપે છે પંજાબના એક યુવકનો કિસ્સો જે તેણે હાલમાં જ અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે શેર કર્યો હતો. ગુજરાતીઓને એવો વ્હેમ છે કે જો મેક્સિકો કે પછી કેનેડા બોર્ડર પરથી કોઈને અરેસ્ટ કરવામાં આવે તો તેનો એકાદ-બે મહિનામાં જેલમાંથી છૂટવાનો મેળ પડી જાય છે અને એકવાર જે ઈલીગલ ઈમિગ્રન્ટ અમેરિકાની જેલમાંથી છૂટી જાય પછી તેને ડિપોર્ટ નથી કરી શકાતો. એજન્ટો આ જ વાત કરીને લોકોને ડફોળ બનાવતા હોય છે, પરંતુ અમુક કેસમાં બોર્ડર પરથી અરેસ્ટ થયેલા લોકોને ધાર્યા કરતા ઘણો લાંબો સમય જેલમાં રહેવું પડે છે અને ત્યારબાદ તેમને સીધા ઘરભેગા કરી દેવાય છે. પંજાબના અમરિન્દરની કહાની પણ કંઈક આવી જ હતી જે 2018માં મેક્સિકોવાળી લાઈનથી અમેરિકા જવા નીકળ્યો હતો અને ત્યારે ત્યાં ટ્રમ્પની સરકાર હતી.

Комментарии • 2