શિવને પાર્વતી લંકા ગઢમાં આવ્યા( લખેલું છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025
  • શિવ ને પાર્વતી લંકા ગઢમાં આવ્યા પાર્વતીના મનડા મોહ્યા કે હર હર મહાદેવજી
    પાર્વતી કહે છે સાંભળો ભોળાનાથ આયા એક હવેલી બનાવો કે હર હર મહાદેવજી
    સોનાની ઈંટો ને સોનાના બારણા સોનાના કાંગરા મેલાવો કે હર હર મહાદેવજી
    સોના રૂપા ના ઝરૂખા મેલાવો સોનાની બારીઓ મેલાવો કે હર હર મહાદેવજી
    ફરતી રે એક ફુલવાડી રચાવો આવી એક હવેલી બનાવો કે હર હર મહાદેવજી
    ભોળાનાથ કહે છે સાંભળો પાર્વતી આપણે કહેવાય જંગલના વાસી હવેલી ને શું રે કરીએ કે હર હર મહાદેવજી
    પાર્વતી કહે છે ભોળા અમારું રે માનો અમારા કોડ પુરા કરો કે હર હર મહાદેવજી
    ભોળાનાથ તો મનમાં મૂંઝાણા પાર્વતી યે હઠ એવી લીધી કે હર હર મહાદેવજી
    ભોળાનાથે બ્રહ્માને બોલાવ્યા સાથે વિષ્ણુને તેડી લાવો કે હર હર મહાદેવજી
    પાર્વતી એ હઠ એવી લીધી આયા મને હવેલી બનાવો કે હર હર મહાદેવજી
    બ્રહ્મા કહે છે ભોળા એમાં શું મૂંઝાણા હવેલી અમે બનાવશું કે હર હર મહાદેવજી
    બ્રહ્માજીએ હવેલી બનાવી વિષ્ણુએ રચના કીધી કેહર મહાદેવજી
    પાર્વતી એ કીધી એવી હવેલી બનાવી ભોળાનાથ રહેવા ને આવો કે હર હર મહાદેવજી
    ભોળાનાથ કહે છે એમનેમ ન રહેવાય હવેલીમાં હવાન કરાવો કે હર હર મહાદેવજી
    ભોળાનાથે સર્વ દેવોને તેડાવ્યા સર્વે બ્રાહ્મણ ને તેડાવ્યા કે હર હર મહાદેવજી
    હવેલીમાં હવન કરાવ્યા સર્વે બ્રાહ્મણ ને જમાડ્યા કે હર હર મહાદેવજી
    ભોળાનાથ કહે છે દક્ષિણા માંગો ઝેરે જોઈએ તે માંગો કે હર હર મહાદેવજી
    બ્રાહ્મણના વેશમાં રાવણ આવ્યો હવેલી માંગી લીધી કે હર હર મહાદેવજી
    પાર્વતી કહે છે તમે સાંભળો ભોળાનાથ હવેલી કેમ તમે આપી કે હર હર મહાદેવજી
    જેના નસીબમાં હોય તે વાપરે તમારા નસીબમાં નહોતી કે હર હર મહાદેવ
    ક્યારે પાર્વતી ક્રોધે ભરાણા રાવણ ને શ્રાપ એવો આપ્યો કે હર હર મહાદેવજી
    અયોધ્યામાં રામ જન્મ થાશે હવેલી નો નાશ તેદી થાશે કે હર હર મહાદેવજી
    પાર્વતી ની કોઈ હવેલી ગાશે કૈલાશમાં વાસ એનો થાશે કે હર હર મહાદેવજી
    ( ઓમ નમઃ શિવાય)

Комментарии • 4

  • @vasudevbarediya3271
    @vasudevbarediya3271 2 месяца назад +1

    ખૂબ સરસ છે 👌👌🙏

  • @daxabengoswami7643
    @daxabengoswami7643 4 месяца назад

    હર હર મહાદેવ❤❤ ખુબ સરસ

  • @KalpanaSiddhpura
    @KalpanaSiddhpura 3 месяца назад

    હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏

  • @neelamawasthi8514
    @neelamawasthi8514 4 месяца назад +1

    हर हर महादेव 🙏🙏🚩🚩
    सरस 👌👌👌👌👌👌