આજ સખી જો મે પ્રીતમ પાઉં ( અષ્ટસખી દરબાર )

Поделиться
HTML-код
  • Опубликовано: 15 авг 2023
  • આજ નો મનોરથ :- આજ સખી જો મે પ્રીતમ પાઉં (અષ્ટ સખી દરબાર)
    ભાવભાવના :- આપણા માર્ગ મા મુખ્ય બે સમય ની લીલા ભાવના માનવા મા આવે છે. (1) દિવસ ની લીલા જેમાં સખાઓ ને પ્રવેશ છે માટે દિવસે સખાઓ ને સંયોગ નો અનુભવ છે અને સખીઓ ને વિપ્રયોગ નો (ગૌચારણ, માખણચોરી વગેરે ) જયારે (2) રાત્રી ની લીલા જેમાં સખીઓ ને પ્રવેશ છે માટે સખીઓ ને સંયોગ નો અનુભવ છે અને સખાઓ ને વિપ્રયોગ નો (કુંજ, રંગ મહેલ વગેરે). આપણો આજ નો મનોરથ એ દિવસ ની લીલા મા ઠાકોરજી ગૌચારણ કરવા માટે પધારી ગયા છે માટે ઠાકોરજી સખાઓ ને સંયોગ નું દાન કરે છે અને સખીઓ ને વિપ્રયોગ નું દાન ઠાકોરજી કરે છે. માટે વિપ્રયોગ નો આનંદ લઇ રહેલા સ્વામિનીજી અને અષ્ટ સખીઓ કોઈ એક જગ્યાએ ભેગા મળી ઠાકોરજી ના રૂપ, લીલા, ગુણ વગેરે ની વાતો કરી યાદ કરે છે (અષ્ટસખી દરબાર). ઠાકોરજી એ આજે કેવો શણગાર ધારણ કર્યો છે? અત્યારે શુ કરી રહ્યા હશે? ઠાકોરજી ના ગુણ કેવા અદભુત છે. વગેરે વાતો કરી રહ્યા છે તેવા દર્શન આજે આપણને મનોરથ મા થાય છે અને સખીઓ ગાઈ રહી છે આજ સખી જો મે પ્રીતમ પાઉં........ જય શ્રી કૃષ્ણ

Комментарии • 5