Sangeet Bhavan Trust - official
Sangeet Bhavan Trust - official
  • Видео 10
  • Просмотров 47 180
સંગમાં રાજી રાજી (Sangmaa Raji Raji)
આ ગીત પ્રણયની અનુભૂતિનું છે, વાત એક બીજાને સમજવાની છે.. એકબીજા પ્રત્યે ના સમર્પણ ની છે..એકબીજાંના સહ અસ્તિત્વને ઉજવવાની છે. આમ તો પ્રેમને કોઈ ઉંમર નથી હોતી.. માત્ર દરેક પડાવની અનુભૂતિ એક થઈને માણવાની છે.. ઉંમરના એક નિયત પડાવે વ્યક્તિ સાહ્યબી નથી ઈચ્છતી પણ એકબીજાનો સંગ અચૂક ઈચ્છે છે. પોતાના સપના, સાથીની આંખે સાચા પડતા જાય એના માટે પણ વ્યક્તિ એના સાથને ઝંખે છે. અને આ જ સુંદર ભાવને રાજેન્દ્ર શાહે શબ્દસ્થ કર્યો છે. જીવનના જુદા જુદા રૂપકને લઈને આ ભાવને શણગાર્યો છે અને એકબીજા ના સંગમાં રહેવાની અનુભૂતિને વધારે ઘાટી કરી છે. આદરણીય નિરુપમા તથા અજીત શેઠના સ્વરમાં સ્વરબદ્ધ થયેલી આ ઉત્તમ રચનાને સંગીત સૌંદર્ય આદરણીય અજીત શેઠ દ્વારા આપવામાં આવ્યું છે. તો આવો નિરુદ્દેશે આલ્બમનું આ એક ખૂબ લોકપ્રિય ગીત સા...
Просмотров: 13 910

Видео

AA Ranghbhina bhamrane (આ રંગભીના ભમરાને)
Просмотров 1,4 тыс.Месяц назад
પ્રેમની વાત હોય એટલે એમાં ટીખળ હોય અને ખુશી હોય. આ બંને હોય એટલે એક હળવું વાતાવરણ હોય અને આ વાતાવરણમાં રીઝવવા અને મનાવવા જેવી ક્ષણો પણ હોય. આજ સ્વભાવનું સુંદર ગીત એટલે "આ રંગભીના ભમરાને". જેમાં ફૂલ અને ભમરાને નાયક અને નાયિકાના રૂપક તરીકે લેવામાં આવ્યા છે. ફૂલ જેવી કોમળ નાયિકાના હૈયે નાયક પ્રત્યે ભારોભાર પ્રેમ છે પણ વાત જ્યારે અભિવ્યકિતની આવે ત્યારે ફૂલ રૂપી નાયિકા પોતાના જીવનની હળવી પળોના ઉદાહર...
હોડીને દૂર શું નજીક શું? (Hodi ne door shun najik shun?)
Просмотров 10 тыс.Месяц назад
#ગુજરાતી સાહિત્યકારો એ સમયના નિયત પડાવે સમંદરની સાથે હોડીના રૂપક લઇ ગુજરાતીઓને ઘણું કહેવાના અને સમજાવવા પ્રયત્ન કર્યા છે. "હાજી કાસમ તારી વીજળી", જેવી કવિતાએ તો કરુણાંતિકા સ્વરૂપે ગુજરાતીઓને ભાવુક પણ કર્યા છે. પરંતુ અહીં વાત થોડી જુદી છે. અહીં કવિ ઉમાંશંકર હોડીનું રૂપક લઈને મનુષ્ય જીવનની વાત કરતા હોય એવી પ્રતીતિ થાય છે. જેમાં તમે કોઈ ચોક્કસ લક્ષ્ય નક્કી કરો પછી સહેલું શું ને અઘરું શું એ ભાવ હોઈ...
Shailaja Himalaya Nandini (શૈલજા હિમાલય નંદિની)
Просмотров 8312 месяца назад
દીવાઓમાં ઘી પુરાઈ ગયું હોય, માંડવા રોપાઈ ગયા હોય અને આરતીનો શણગાર થવામાં હોય એનો અર્થ કે નવરાત્રી આસપાસ છે. માતાજીને આમ તો વલ્લભ ભટ્ટથી લઈને નાહ્નાલાલ સુધીના ભગતો અને કવિઓએ પોતાની રચનાઓમાં સમાવ્યા અને તેમનો મહિમા કર્યો. પરંતુ સાથે સાથે લોકગરબાઓએ પણ આ રચનાઓમાં પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું. આજના સમયમાં ગરબા રમવા પર કેન્દ્રિત થનારા યુવાનો ધીમે ધીમે ગરબાના સર્જકને ભૂલી રહ્યા છે પરંતુ આજે પણ પ...
Janani Jod Sakhi Nahi Jade Re Lol.. (જનનીની જોડ સખી નહીં જડે રે લોલ)
Просмотров 1 тыс.2 месяца назад
માં છે તો અસ્તિત્વ છે... માં છે તો સંસ્કાર છે... માં છે તો પ્રેમ છે.. માં છે તો છત્ર છે... માં છે તો ઉષ્મા છે.. માં છે તો કાળજી છે.. શબ્દો ઓછા છે.. પણ માં છે તો સર્વસ્વ છે... આમ તો આખી વાતનો આ એક જ સાર છે. પરંતુ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરે મા ને કુદરતના કેટલા બધા વિવિધ તત્વો સાથે મૂલવી છે. એ આ રચના પરથી સરસ રીતે સમજી શકાય. અહીં વાતની મધુરતા એ છે કે એ દરેક તત્વ કરતા માની મમતા અને એનું હોવાપણું ...
Madhav (માધવ)
Просмотров 1,4 тыс.3 месяца назад
સંવેદન ગોપીઓનું હોય, ગોકુળનું હોય કે ગાયોનું હંમેશા તેના કેન્દ્રસ્થાને માધવ જ રહ્યા છે. આમ તો પરોક્ષ રીતે માધવ કે ગોપીઓ કે રાધા કોઈ દિવસ એકબીજાને વિસરી શક્યા જ નથી પરંતુ એકબીજાને ફરી ન મળી શકવાના રંજને હંમેશા આપણાં કવિઓએ એમની રચનામાં શબ્દસ્થ કર્યો છે. આ ગીત પણ કંઇક એવા જ સ્વભાવનું છે. જેમાં વાત વેદનાની નથી પણ વિનંતીની છે. માધવને કોઈએ પોતાના મિત્ર ભાવે સ્વીકાર્યા, તો કોઈએ ગુરુ ભાવે, કોઈએ સખા ભાવ...
Chal Varsad Ni Mousam (ચાલ વરસાદ ની મૌસમ)
Просмотров 1,7 тыс.3 месяца назад
વર્ષાના આગમન થઈ ચૂકયું છે. અને આ ધરા જ્યારે મેઘથી તૃપ્ત થઈ રહી છે ત્યારે એક સુંદર મજાનું તનને પુલકિત કરતું અને મનને સંમોહિત કરતું હળવું આ ગીત ચાલ વરસાદની મોસમ લઈને આપની સમક્ષ ઉપસ્થિત છીએ. નીરજ-ઉત્તંકના સંગીત અને ફાલ્ગુની-ઉત્તંક દ્વારા સ્વરિત આ ગીત ખાસ આપના માટે. સંગીત - નીરજ - ઉત્તંક સ્વર - ફાલ્ગુની શેઠ - ઉત્તંક વોરા શબ્દો - હરીન્દ્ર દવે સંસ્થા - સંગીત ભવન ટ્રસ્ટ સૌજન્ય - નિરુપમા શેઠ અને અજિત શ...

Комментарии